Posts

Showing posts from February, 2010

લખુ ઝાકળથી પત્ર..

લખુ ઝાકળથી પત્ર અને તમે તડકામાં ખોલો તો? વાત હું મૌનની કરતો હોઉને તમે વચમાં બોલો તો? ખેતરના શેઢે,કુદરતના ખોળે,આપણે બેઉ બેઠા હોઇએ પ્રેમની હું વાતો કરું ને તમે, તુવેરની સીગો ફોલો તો? ઝરમર વરસાદમાં જતા હો તમે બાઇક પર રમરમાટ પાછળ બેઠી હોય કોઈ રમણી, ને જો પકડે ઠોલો તો? સંબંધના પહેલા શ્રાવણમાં એક્મેક્ને ભીંજવવા નીકળ્યા આપણે બેઉ, ને તમે હળવેક્થી રેઇનકોટ ખોલો તો? નાજુક કર તમારા પ્રેમથી ફરતા હોય 'અધીર'ના કેશમાં ને અચાનક એમ ખબર પડે, કે આ તો છે સાવ ટોલો તો? [ઠોલો – ટ્રાફિક પોલિસ માટે વપરાતો અમદાવાદી શબ્દ] [મુળ રચનાના કવિયિત્રી – ‘લજામણી']

તો વરસોના વરસ લાગે

શબ્દોને શોધવા બેસું તો વરસોના વરસ લાગે મૌલિક લખવા બેસુ તો વરસોના વરસ લાગે લગન કર્યા કે ટપોટપ અને આપોઆપ ખરી ગયા વાળ આ,ઉગાડવા બેસું તો વરસોના વરસ લાગે! મારા સદભાગ્ય કે ‘લીફટ’ મળી ગઇ તારે ઘેર જાવા બસની રાહ, જોવા બેસુ તો વરસોના વરસ લાગે! લાંચ આપી ને પતાવી દીધું સરકારી કામ ફટાફટ કાયદેસરનું, કરવા બેસું તો વરસોના વરસ લાગે! તોડીને વધુ એક ગાંઠ મારી દીધી સંબંધોની દોરીમાં ગુંચ જો આ, ઉકેલવા બેસું તો વરસોના વરસ લાગે! [સ્વ. શ્રી મનોજ ખંડેરિયાની ‘તો વરસોના વરસ લાગે...’ ગઝલ પર આધારિત]

સંભાળજે સજનવા...

મોંઘવારીએ પડાવી દીધી છે રાડ સજનવા! હવેથી કવરના બદલે લખજે પોસ્ટ કાર્ડ સજનવા! કલાકો, દિવસો અને અઠવાડિયા સજનવા! તારી પાછળ ભમુ છું વાડજથી ખાડિયા સજનવા! પાછલા આઘાતોની વળી છે કળ માંડ સજનવા! હવે નવી કોઇ મોંકાણ ન તું માંડ સજનવા! સંતરાના કેસરી ફોરાંઓ પડતા હો સજનવા! ને આપણે, બેઉ હાથે, પીતાં હો સજનવા! વિસ્મયી વાદળ ઉડાડે ઘેનનાં ગોટા સજનવા! એનાથી તો સારા ટિયરગેસના ટોટા સજનવા! આપનું વર્ણન કરવા જાઉ હું સાચું સજનવા! એના કરતા દર્પણમાં જોઇ લો ડાચું સજનવા! પુર્વમાં રહે છે માસી, અને દક્ષિણમાં ફાધર સજનવા! મળવું હોય તો મળ આ દિશાચક્રોની બાહર સજનવા! આંખ ખુલ્લેઆમ તમને સોંસરુ જોતી સજનવા! હવે ફરીથી તું પહેરીશ ના આ ધોતી સજનવા! ક્યાં ઉતરવુ ક્યાં જવું ક્યાં નાખવા ધામા સજનવા! આપણને જોઇ ગયા છે તારા સગ્ગા મામા સજનવા! આંખને ઘેરી વળે છે ઘેઘુર અંધાપો સજનવા! લાંબો હાથ કરીને જરા ચશ્મા આપો સજનવા! ચન્દ્રને ચોથે ખુણે બંધાયા ચંદરવા સજનવા! મારે લેવી પડશે ભુગોળની દવા સજનવા! મેં મુક્યુ મસ્તક તમારા સુર્ખ ખોળામાં સજનવા ! લોકો કે’ છે કે પડી ધુળ ધોળામાં સજનવા! હાથ અડતા નીતર્યુ જળ થઇ જશે ડહોળુ સજનવા